ડાકોરમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. નપા ચીફ, ઠાસરા મામલતદાર દ્વારા ગેરકાયદે દબાણો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રસ્તા પરના દબાણો દૂર કરવા જતા મામલતદાર અને દુકાનદારો વચ્ચે તુ તુ મેં મેંનો માહોલ ગરમાયો હતો. દબાણ કામગીરી સામે વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.
ડાકોર નગર પાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડિમોલિશનની કામગીરીમાં નગરપાલિકા ચીફ ઓફિસર, કર્મચારીઓ, ઠાસરા મામલતદાર દ્વારા રસ્તા પરના દબાણો દૂર કરવા બુલડોઝર ફેરવ્યું હતું. દબાણ હટાવાની કામગીરીમાં મામલતદાર તેમજ દુકાનદારો વચ્ચે થઈ તું તું મેં મેં... થઇ હતી. ફેરિયાઓ તેમજ દુકાનના વેપારીઓએ વેદના સાથે રોષ વ્યક્ત કર્યો હતો.













