સંઘ પ્રદેશ દમણમાં બે અલગ અલગ અકસ્માતોમાં પાંચ લોકોના મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. પ્રથમ બનાવમાં દમણમાં ડાભેલ રોયલ ગાર્ડન હોટેલ પાસે બાઈક સ્લીપ થઈ જતાં ડિવાઈડર સાથે અથડાયું હતું. જેમાં બે લોકોના મોત નિપજ્યાં હતાં. જ્યારે બીજા બનાવમાં વરકંડુ ડેલ્ટીન હોટેલ પાસે મોપેડ સવારને ટેન્કરે ટકકર મારતાં પિતા અને બે પુત્રોના મોત નિપજ્યાં હતાં.
બાઈક ડિવાઈડરને અથડાયું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે સંઘ પ્રદેશ દમણમાં બે અલગ અલગ જગ્યાએ થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. દમણના ડાભેલ રોયલ ગાર્ડન હોટલ નજીક બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક ડિવાઈડરને અથડાયું હતું. બાઈક સ્લીપ થઈને ડીવાઈડર સાથે અથડાતા ગંભીર રીતે ઘાયલ 3 યુવકો પૈકી 2 યુવકોના સારવાર દરમ્યાન મોત નિપજ્યાં હતાં.
ટેન્કરે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો
બીજા બનાવમાં દમણના વરકુંડ ડેલ્ટીન હોટલ પાસે ટેન્કરે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. મોપેડ સવાર પિતા અને બે પુત્રોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં. પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.દમણમાં એક જ દિવસમાં બે અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજવાથી ચકચાર મચી જવા પામી હતી. મૃતકોના પોસ્ટમોર્ટમ અર્થે તજવીજ હાથ ધરાઈ હતી.