બનાસકાંઠા જિલ્લામાં ડિફેન્સ એકેડેમીના સંચાલકે પોતાની જ એકેડેમીમાં તાલીમ લેવા આવતી વિદ્યાર્થીનીને દુષ્કર્મનો ભોગ બનાવી તેને બ્લેકમેલિંગ કરતો હોવાની ઘટના સામે આવી હતી. જોકે આ ઘટનાને લઈ પીડિત તાલીમાર્થીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે ડિફેન્સ એકેડેમીના સંચાલક પ્રવીણ કાંગસિયા સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
દ્વારકાથી ઝડપાયો આરોપી
ગણતરીના દિવસોમાં નરાધમ પ્રવીણ કાંગસિયાને દ્વારકાથી દબોચી લીધો છે અને તેને પાલનપુર લાવી વધુ તપાસ હાથધરી છે, જોકે પોલીસની તપાસમાં આ નરાધન પ્રવીણ કાંગસિયા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું ખુલતા પોલીસ અને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવા કવાયત હાથ ધરી છે, ડિફેન્સ એકેડેમીના સંચાલક પ્રવીણ કાંગસિયાએ પોતાની ડિફેન્સ એકેડમીમાં પોલીસ અને આર્મીની તાલીમ માટે આવતી એક યુવતીને જ પોતાની હવસનો શિકાર બનાવી હતી.
પોતાની એકેડેમીમાં તાલીમ લેવા માટે આવતી એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી
સૌપ્રથમ પ્રવીણ કાંગસિયાએ પોતાની એકેડેમીમાં તાલીમ લેવા માટે આવતી એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને તે બાદ તેની સાથે ગંદી હરકતો કરી તેના વીડિયો બનાવી લીધા અને તે બાદ અલગ અલગ વખત આ યુવતીને તેનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકીઓ આપી બ્લેકમેલિંગ કરી તેની સાથે દુષ્કર્મ આચરતો, જોકે પિડીત યુવતીએ હિંમત કરી ઘટનાની જાણ પોતાના પરિવારને કરી દેતા પીડિત યુવતીના પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે પહોંચી આ નરાધમ ડિફેન્સ એકેડેમીના સંચાલક પ્રવીણ કાંગસિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રવીણ કાંગસિયા સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી હતી.
કાંગસિયાએ પોતાની સામે ફરિયાદ નોંધાયા બાદ ભૂગર્ભમાં ઊતરી ગયો હતો
પરંતુ આ પ્રવીણ કાંગસિયાએ પોતાની સામે ફરિયાદ નોંધાયા બાદ ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. પરંતુ પોલીસે આ નરાધમને ઝડપી પાડવા કડક તપાસ હાથ ધરી ગુજરાતના ખૂણે ખૂણા ખગોળતા આ નરાધમ દ્વારકા બાજુ પહોંચ્યો હોવાની પૂર્વ પોલીસને બાતમી મળી અને તે અનુસાર જ પૂર્વ પોલીસની ટીમો દ્વારકા વિસ્તારમાં પહોંચી અને ગણતરીના દિવસોમાં પોલીસે દ્વારકાથી નરાધમ પ્રવીણ કાંગસિયાને દબોચી તેને પાલનપુર લવાયો છે. જો કે પોલીસે નરાધમ પ્રવીણ કાંગસિયા ને દબોચી તેની તપાસ હાથ ધરી તો આ નરાધમ પ્રવીણ કાંગસિયા પાલનપુરમાં ડિફેન્સ એકેડેમી તો ચલાવે છે પરંતુ તેની સાથે સાથે તે અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પણ સામે આવ્યું છે.
નરાધમ પ્રવીણ કાંગસિયાએ દુષ્કર્મના કેસનો ગુનેગાર છે
પરંતુ પોલીસ મથકમાં બેઠેલા આ પ્રવીણ કાંગસિયાના મોઢા પર આજે પણ અફસોસ નો એક પણ લક્ષણ જોવા નથી મળી રહ્યો. પોલીસે જ્યારે આ પ્રવીણ કાંગસિયાને મીડિયા સામે રજૂ કર્યો ત્યારે આ પ્રવીણ કાંગસિયા પોલીસની હાજરીમાં બેઠો બેઠો પોતાના મોઢા પર સ્મિત આપી રહેલો જોવા મળી રહ્યો છે, જોકે પોલીસે અત્યારે આ પ્રવીણ કાંગસિયાને દબોચી તો લીધો છે પરંતુ તેની સામે કડક તપાસ કરાય યુવતીના પરિવારજનો માંગ કરી રહ્યા છે જો કે અત્યારે તો પાલનપુર પૂર્વ પોલીસે આ નરાધન પ્રવીણ કાંગસિયાને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.













