• સ્ટેમ્પ ડયુટીના નાયબ કલેકટરનું હાર્ટ એટેકથી મોત
  • પોતાના ઘરે એફ.એ.બાબી લથડી હતી તબિયત
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન એફ.એ.બાબીનું મોત

રાજ્યમાં સતત હાર્ટ એટેકની ઘટનામાં વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં હવે પાલનપુરમા ફરજ બજાવતા નાયબ કલેકટરનું હૃદય રોગ નાં હુમલાથી મોત થયું હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં સ્ટેમ્પ ડયુટીમાં નાયબ કલેકટર તરીકે ફરજ બજાવતા એફ એ બાબીનું મોત થયું છે.

હાર્ટ એટેકના કારણે નાની ઉંમરના લોકોના મોતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ વચ્ચે બનાસકાંઠામાં સ્ટેમ્પ ડયુટીના નાયબ કલેકટરએફ એ બાબીનું પોતાના ઘરે જ તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમયાન મોત થયું છે. અચાનક અધિકારીના નિધનથી સરકારી કચેરીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

આ અગાઉ જંબુસરના 28 વર્ષિય યુવક શાહરૂખ અબ્બાસખા પઠાણનું હાર્ટ અટેકથી નિધન થયું છે. શાહરૂખને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હાર્ટ અટેક આવી જતાં શાહરૂખને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. શાહરૂખના નિધનથી પરિવારમાં શોકમગ્ન છે. અચાનક નિધનથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. યુવક તલાવપુરા વિસ્તારમાં રહેતો હતો.

જ્યારે અન્ય એક ઘટનામાં પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે તપાસમાં આવેલી વલસાડની ACB ટીમ આરોપી સાથે વેજલપુર પોલીસ મથકે પહોંચતા આરોપીને પોલીસ મથકમાં હૃદયરોગનો હુમલો આવતા 108માં ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું છે.

  • Follow us on: