ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને સુરક્ષાના ભાગ રૂપે ગુજરાતમાં જાહેર સ્થળો પર ખાસ સુરક્ષા વધારી દેવાઈ છે. દ્વારકામા જગત મંદિરને સાંજે 7.30 વાગ્યા બાદ બંધ કરી દેવામાં આવશે. જ્યારે સમગ્ર દ્વારકામાં 7.30 વાગ્યા બાદ સ્વૈચ્છિક બ્લેક આઉટ કરવામાં આવશે. સુરક્ષાના કારણોસર દ્વારકાનું જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે. વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સહયોગની અપીલ કરવામાં આવી છે.
સ્વૈચ્છિક બ્લેક આઉટ કરવામાં આવશે
વહિવટી તંત્ર દ્વારા લોકોને ઈમર્જન્સી સિવાય ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરાઈ છે. દ્વારકામાં સાંજે સાડા સાત વાગ્યા બાદ તમામ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી છે. દ્વારકામાં સાજ પછી તમામ મંદિરો બંધ કરવામાં આવશે. ત્યાર બાદ સ્વૈચ્છિક બ્લેક આઉટ કરવામાં આવશે.
જગતમંદિર પણ સાંજે સાડા સાત બાદ બંધ
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવેલું છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે પણ લોકોને સરહદી ગામોમાં સ્વૈચ્છિક બ્લેક આઉટ કરવાની અપીલ કરી છે. દ્વારકા, ઓખા, મીઠાપુર, બેટ દ્વારકા માટે કલેક્ટરે આ આદેશ બહાર પાડ્યો છે. આ સાથે જ દ્વારકાધીશ જગતમંદિર પણ સાંજે સાડા સાત બાદ બંધ કરવાની જાહેરાત કરાઈ છે.