ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર અને પોલીસ દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ ખડકીને દબાણ સર્જવામાં આવે છે.ત્યારે તે ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ચલાવી દેવામાં આવે છે. ગુજરાતના ઘણા ભાગોમાં તંત્રનું બુલડોઝર ચાલ્યું છે. જેમાં કરોડોની સરકારી જમીન ખુલ્લી કરી દેવાઈ છે.તો દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં ગેરકાયદેસર દબાણો પર પાલિકાની કાર્યવાહી કરવામાં આવી છે.


ગેરકાયદેસર દબાણો તોડી પડાયા

જામ ખંભાળિયામાં ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ નગરપાલિકાની કાર્યવાહી કરવામાં આવી છે. જામ ખંભાળિયામાં સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણો ખડકી દેવાયા છે. જેના લીધે વિકાસના કામોમાં અવરોધ પેદા થયો છે.તો એવા અનધિકૃત દબાણો પર પાલિકાનું બુલડોઝર ફેરવી નખાયું છે.જે મામલે પાલિકાએ દબાણકર્તાઓને નોટિસ પણ પાઠવી હતી.પરંતુ કોઈ અસર ન થતા પાલિકાએ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી છે.

મુદત પૂર્ણ થતા કરાઈ કાર્યવાહી

જામખંભાળિયાના તેલી અને ઘી નદી કાંઠે દબાણો કરવામાં આવેલા છે. તેના પર નગરપાલિકાએ બુલડોઝર ફેરવીને ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી છે.નોટિસ મુદત પૂર્ણ થતા દબાણ હટાવ ઝુંબેશની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જેમાં 25થી વધુ ગેરકાયદેસર દબાણોને દૂર કરીને જમીન ખુલ્લી કરવામાં આવી છે.તો આગામી દિવસોમાં પણ વિકાસ ના કામોને અડચણ રૂપ દબાણો દૂર કરાશે.જેના લીધે દબાણકર્તાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

  • Follow us on: