જામ ખંભાળિયાની સિવિલમાં દર્દીઓ રામ ભરોસે હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. સરકારી હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે દર્દીઓને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. હોસ્પિટલનું તંત્ર સોનોગ્રાફી માટે ટોકન નહીં આપતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દર્દીઓને સોનોગ્રાફી માટે બેથી ત્રણ દિવસ સુધી રાહ જોવી પડે છે. સગર્ભા મહિલાઓની હાલત દયનીય થઈ છે. હોસ્પિટલની બેદરકારીને કારણે દર્દીઓ પરેશાન થયાં છે.
સોનોગ્રાફી માટે દર્દીઓના ધક્કા













