ગુજરાતમાં ઘણી જગ્યાએ આગના ગંભીર બનાવો બનેલા છે. જેમાં લોકોને જાનમાલનું ખૂબ જ નુકસાન પહોંચે છે. આગ ફાટી નીકળતા ઘણા લોકોના મોત પણ આગની ઘટનામાં બનતા હોય છે. ત્યારે દ્વારકામાંથી આગનો આવો જ એક બનાવ સામે આવ્યો હતો. દ્વારકાના વિરમેશ્વરનગર ફ્લેટમાં ચોથા માળે આગ લાગતા લોકોમાં ખૂબ જ ભય ફેલાયો હતો. આગને પગલે લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. તેમજ ફાયર વિભાગે આવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.


ફલેટમાં આગ ફાટી

મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકામાં આવેલા વિરમેશ્વરનગર ફ્લેટમાં ચોથા માળે ભયાનક આગ ફાટી નીકળી હતી. જેના લીધે નાસભાગ મચી ગઈ હતી. આગની ઘટનાને લઈને લોકો ભયભીત થઈ ગયા હતા. ચોથા માળે આગ લાગતા સમયસર પરિવારના લોકો બહાર નીકળી ગયા હતા. આગને જોતા આસપાસના સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ આગના બનાવની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરી હતી. દ્વારકા નગર પાલિકાના અધિકારીઓ અને ફાયર ટીમ પહોંચી ગઈ હતી. જે બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ પર કાબૂ લેવાયો

આગ કેમ લાગી તેની પ્રાથમિક તપાસ કરાતા જાણવા મળ્યું કે, અચાનક શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોઈ શકે છે. જોકે, આગના લીધે તમામ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, હાલ આગ કાબૂમાં છે. તો આગની ઘટનાની જાણ થતા દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, પ્રાપ્ત અહેવાલ મુજબ ફ્લેટમાં લાગેલી આગમાં ઘરવખરી ખાક થઈ છે. પરંતુ કોઈ જાનહાનિ નહોતી થઈ. તો મોટી દુર્ઘટના પણ ટળી હતી. 

  • Follow us on: