સરકારી જમીન પરથી દબાણો હટાવાયા માટે યાત્રાધામ બેટ દ્વારકામાં દાદાનું બુલડોઝર ફર્યું છે. વર્ષોથી સરકારી જમીન પર દબાણો કર્યો હતા જે મોટા પ્રમાણમાં સરકારી જમીન ખાલી કરાવાઇ છે. નોટિસ બાદ પણ દબાણ ના હટાવતા બુલડોઝર ફર્યું છે.
પ્રસિદ્ધ યાત્રધામ બેટ દ્વારકામાં ફરીવાર તંત્રનું બુલડોઝર ફર્યું છે. સરકારી જમીન પર કબ્જો જમાવી બેઠેલા ભુમાફિયામાઓમાં ફફડાટ ફેલાયો છે. હાલ બેટ દ્વારકાનું વિકાસ ચાલુ હોય તેથી સરકારી જમીન પચાવી લેનારો પાસેથી જમીન મુક્ત કરવાની તંત્રની કામગીરી તેજ કરવામાં આવી છે. ઓખા નગરપાલીકા ઓખા પોલિસ તેમજ દ્વારકા SDM સહિતના અઘિકારીઓ ડિમોલિશનની કામગીરીમાં જોડાયા હતા.













