મોરબીમાં અનઅધિકૃત આધારકાર્ડ સેન્ટર ઝડપાયું છે. મળતી માહિતી મુજબ, મોરબીના પૂર્વ શિક્ષક અને વકીલ વિજય સરડવાના ઓનેસ્ટ ઓનલાઈન નામની દુકાનમાં અનઅધિકૃત રીતે સુધારા થતા હતા. પોલીસે જયેશ અને વિજય સરડવાની અટકાયત કરી છે.


મળતી માહિતી મુજબ, મોરબીમાં સુપર માર્કેટમાંથી અનઅધિકૃત આધારકાર્ડ સેન્ટરનો પર્દાફાશ થયો છે. મોરબીના પૂર્વ શિક્ષક અને વકીલ વિજય સરડવાના ઓનેસ્ટ ઓનલાઈન નામની દુકાનમાં અનઅધિકૃત રીતે સુધારા થતા હતા. જયેશ સરડવા નામના પોસ્ટમેનની આઈડીનો ઉપયોગ કરી સુધારા વધારા કરવામાં આવતા હતા. મનસ્વી રીતે પૈસા લઈ આધારકાર્ડમાં સુધારા કરી આપતા હતા. એ ડીવી પોલીસે વકીલ વિજય સરડવા અને પોસ્ટમેન જયેશ સરડવાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ચારે બાજુ નકલી ના ખેલ વચ્ચે આજે મોરબી માંથી નકલી આધારકાર્ડ સેન્ટર ઝડપાયું છે મોરબી ના શનાળા રોડ પર પૂર્વ શિક્ષક અને વકીલ વિજય સરડવા ની દુકાન માં પોસ્ટ મેન ની આઈડી ના આધારે આ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું જેમાં આધાર્કાર્દ સહિતની સેવા ના નામે મનસ્વી પૈસા પણ વસુલવામાં આવતા હતા આ અંગે મોરબી પોસ્ટ વિભાગ ના અધિકારી ની ફરિયાદ બાદ પોલીસે વકીલ અને પોસ્ટ મેન બંને ની અટકાયત કરી લધી છે

એક બાજુ લોકો આધારકાર્ડ ની લાઈન માં ઉભા રહી રહી ને થાકી ગયા છે પરંતુ સરકાર આ સેવા ને વધુ સારી રીતે અમલમાં મુકવામાં નિષ્ફળ રહી છે. ત્યારે મોરબીમાં એક વકીલ કે જે પૂર્વ શિક્ષક છે અને નામ છે વિજય સરડવા... તેણે તેના સગા એવા પોસ્ટ મેન જયેશ સરડવા સાથે મળી ને લોકોને લુંટવાનો પ્લાન અમલ માં મુક્યો શનાળા રોડ પર સુપર માર્કેટ પાસે આવેલ પટેલ માર્કેટ માં આવેલી વકીલ વિજય સરડવા ની ઓફીસ ની બાજુ ની ઓફીસ કે જ્યાં સ્ટેશનરી વેચવામ આવતી ત્યાં ઓનેસ્ટ ઓનલાઈન સર્વિસ ના નામે આધારકાર્ડ , રેશન કાર્ડ , પાન કાર્ડ જેવી સેવાઓ ના ફોર્મ ભરી આપવાની કામગીરી કરવામાં આવતી ત્યાં જયેશ સરડવા ની ઓળખ આઈડી નો કોમર્સિયલ ઉપયોગ શરુ કરવામાં આવ્યો અને આધારકાર્ડ માં સુધારા કરવાનું શરુ કરવામાં આવ્યું જે માટે લોકો પાસે થી મનસ્વી રીતે પૈસા પણ લેવામાં આવતા હતા.

બંનેનો ધંધો ખુબ સારી રીતે ચાલ્યો પરંતુ આવું કોઈ સેન્ટર સરકાર દ્વારા ફાળવવામાં આવેલું નહિ હોવાનું અને પોસ્ટ મેન ની આઈડી નો ખોટો ઉપયોગ થઇ રહ્યા નું ધ્યાનમાં આવતા પોસ્ટ વિભાગના અધિકારી દ્વારા એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાવમાં આવી અને તેના આધારે એ ડીવીઝન પોલીસે આરોપી વિજય સરડવા અને જયેશ સરડવા ની અટકાયત કરી લીધી છે. બંને સામે આધાર અધ્નીયમ અને આટી એકત મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઝડપાયેલ વિજય સરડવા અગાઉ સરકારી શાળામાં શિક્ષક હતો પરંતુ તેના પર ચરીત્ય ને લગતી પોલીસ ફરિયાદો થઇ હતી અને તેથી જ તેણે સરકારી નોકરી છોડવી પડી હતી ત્યાર બાદ વકીલાત કરી ને ધંધો શરુ કર્યો અને તેમાં પણ નકલી આધારકાર્ડ સેન્ટર ચલાવવાના આરોપ માં હવે તેની અટકાયત કરવામાં આવી છે.

આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે વેરીફાઈ કરવું?

  • સૌપ્રથમ UIDAIની વેબસાઈટ પર જાઓ.
  • અહીં “માય આધાર” ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ “સર્વિસ” ઓપ્શનમાંથી “Verify an Aadhaar Number” પસંદ કરો.
  • ત્યાર બાદ તમારો આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો.
  • હવે “Verify Aadhaar” પર ક્લિક કરો.
  • જો તમારું આધાર કાર્ડ અસલી છે તો વેબસાઈટ પર “EXISTS” દર્શાવશે.
  • જો તે નકલી હશે તો એક એરર મેસેજ દેખાશે.

આધાર કાર્ડ ઓફલાઈન વેરીફાઈ કરવાની રીત

તમે આધાર કાર્ડ પર ડિજિટલ હસ્તાક્ષર ચકાસવા માટે QR કોડ સ્કેનરનો ઉપયોગ કરી શકો છો અથવા તમે mAadhaar એપ દ્વારા કાર્ડને પ્રમાણિત કરી શકો છો. આ પદ્ધતિઓ ઝડપી અને સરળ છે અને ખાતરી કરે છે કે તમારું આધાર કાર્ડ અસલી છે અને કોઈપણ જરૂરી સેવાઓ માટે સ્વીકારવામાં આવશે.

  • Follow us on: