- દ્વારકા જિલ્લાના ધારાગઢ ગામે પરિવારનો સામુહિક આપઘાત
- ઝેરી દવા ગટગટાવી પતિ-પત્ની, દીકરા-દીકરીનું મોત
- કયા કારણોસર પરિવારના સભ્યોએ આ પગલુ ભર્યુ તે અંગે તપાસ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધારાગઢ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પરિવારને કાળ ભરખી ગયો છે. ધારાગઢ ગામે એક જ પરિવારના ચાર લોકોએ આપઘાત કરી લેતા હડકંપ મચ્યો છે. કયા કારણોસર પરિવારના સભ્યોએ આ પગલુ ભર્યુ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાને લઈ પંથકમાં ચકચારી મચી ગઈ છે. આ ઘટનામાં દ્વારકા અને જામનગર પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તજવીજ હાથ ધરવામાં આવી છે. મૂળ મોડપરના અને હાલ જામનગર રહેતાં પરિવારે સામુહિક આત્મહત્યા કરી છે. પતિ-પત્ની, દીકરા અને દીકરીએ આત્મહત્યા કરતા પંથકમાં ચકચાર મચી છે. ભાણવડ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ રહ્યુ છે.













