- ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકમાં વરસાદ
- સાંજે 6 થી 8 ના બે કલાકમાં 10 તાલુકામાં વરસાદ
- બોટાદમાં 2 કલાકમાં પોણા બે ઈંચ, ટંકારામાં 1 ઈંચ વરસાદ
ધોધમાર વરસાદની આગાહીને પગલે ગુજરાતના 40થી વધુ તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. મળતી માહિતી મુજબ, ગઈકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યાં બાદ આજે દિવસ દરમિયાન 40 તાલુકામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે.
આજે આખા દિવસ દરમિયાન સૌથી વધુ પોણા 2 ઈંચ વરસાદ બોટાદમાં નોંધાયો છે. ખાસ વાત એ છે કે, સાંજે 4 થી 6 ના બે કલાક દરમિયાન જ મોટાભાગનો વરસાદ વરસ્યો હતો. આ સિવાય મોરબીના ટંકારામાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. અહીં પણ સાંજે 6 થી 8ના બે કલાકના સમયગાળા દરમિયાન 25 મિમી જેટલો વરસાદ વરસ્યો છે.













