- ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી ઉત્તર-ઉત્તરપૂર્વમાં 21 કિલોમીટર દૂર
- ગુજરાતના કચ્છમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા
- ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવ્યાં
ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. તેની અસર ઘણા વિસ્તારોમાં જોવા મળી છે. ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી ઉત્તર-ઉત્તરપૂર્વમાં 21 કિલોમીટર દૂર હતું. 2001માં ધરતીકંપ આવ્યાં બાદ અવારનવાર કચ્છમાં ધરતીકંપના આંચકા અનુભવાતા રહે છે.
ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી ઉત્તર-ઉત્તરપૂર્વમાં 21 કિલોમીટર દૂર
ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. તેની અસર ઘણા વિસ્તારોમાં જોવા મળી છે. ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી ઉત્તર-ઉત્તરપૂર્વમાં 21 કિલોમીટર દૂર હતું. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. જો કે હજુ સુધી કોઈ પ્રકારના નુકસાનની માહિતી નથી.
તાજેતરમાં ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં
તાજેતરમાં દિલ્હી-એનસીઆર, પંજાબ સહિત ચંદીગઢ અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ગઈ હતી. ભૂકંપના આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપ આવતા જ લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં હતું. હિંદુકુશ ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 હતી.
અમરેલીના ભૂકંપના આંચકાના CCTV આવ્યા સામે
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ યથાવત છે. જેમાં ખાસ કરીને કચ્છ અને અમરેલીમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. છેલ્લા ઘણાં સમયથી અમરેલી અને સાવરકુંડલા પંથકમાં ભૂકંપના હળવા આંચકા આવતા રહે છે. જોકે હવે અમરેલીના મીતીયાળામાં ગઈકાલે મધરાત્રે આવેલા ભૂકંપના CCTV સામે આવ્યા છે. ગઈકાલે રાત્રે આવેલ ભૂકંપની તીવ્રતા રિક્ટેર સ્કેલ પર 3.3ની નોંધાઈ હતી. આ તરફ હવે ખાંભાના વાંકિયામાં ભૂકંપના આંચકાના CCTV વાયરલ થઈ રહ્યા છે. વાંકીયાના રહેણાંક વિસ્તારમાં ભૂકંપના CCTV વાયરલ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
ભૂકંપ આવે તો શું કરવું ?
- ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
- વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
- ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
- ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
- ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
- ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
- ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
- દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.