- શહેરી વિસ્તારમાં સાયબર ક્રાઇમ વધુ લોકો શિકાર બન્યા
- ટેકનોક્રેટ લોકો પણ સાયબર ક્રાઇમનો ભોગ બને છે'
- સાયબર ક્રાઇમ વધી રહ્યો છે તે મોટી સમસ્યા
રાજ્યમાં છેલ્લા થોડાં સમયથી સતત સાયબર ક્રાઇમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, હાલના સમયમાં શિક્ષિત લોકો સાયબર ક્રાઇમ વધુ ભોગ બની રહ્યા છે. જેના સાથે જ સાયબર ક્રાઈમ વધી રહ્યો છે તે મોટી સમસ્યા છે.
ગાંધીનગર ફોરેન્સિક યુનિવર્સિટીમાં કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાયબર સિક્યોરિટી કોન્ફરન્સમાં હાલની સાયબર સ્થિતિ અંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, લોકોને માહિતી આપીએ છીએ છતાં લોકો જાગૃત થતા નથી. હાલના સમયમાં શિક્ષિત લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યાં છે.













