રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-12) વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પ્રાયોગિક પરીક્ષા આગામી 6 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર (હોલટિકિટ) શિક્ષણ બોર્ડની વેબસાઈટ પરથી શાળા દ્વારા શાળાનો ઈન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે, તેવું બોર્ડના પ્રતિનિધિ રાજૂ ભટ્ટે જણાવ્યુ હતું.
વિષયો અને માધ્યમની ખરાઈ કરીને વર્ગ શિક્ષકની સહી કરવાની રહેશે













