પેટલાદના શહેરી વિસ્તારમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. શહેરના વિવિધ વિસ્તારમાં કમળાના કેસો નોંધાયા છે. વિવિધ વિસ્તારમાં પાણીની લાઈનમાં લીકેજ થતાં જ કમળાના કેસો સામે આવ્યા છે. શહેરના દેવકુવા, ઝંડા બજાર સહિતના વિવિધ વિસ્તારમાં કમળાના કેસો નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને વિવિધ વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.


આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી

પેટલાદના શહેરી વિસ્તારમાં છેલ્લા 3 દિવસમાં કમળાના 15 જેટલા કેસો નોંધાયા છે. શહેરના દેવકુવા, ઝંડા બજાર, તાઈવાડા સહિતના વિવિધ વિસ્તારોમાં કમળાના કેસ નોંધાયા છે. વિવિધ વિસ્તારમાં પાણીની લાઈનમાં લીકેજ થતાં કમળાના કેસો સામે આવ્યા હતા. હાલ કમળાના વિવિધ દર્દીઓ પેટલાદ સિવિલ હોસ્પિટલ સહિત ઘરે સારવાર લઈ રહ્યા છે. શહેરી વિસ્તારમાં કમળાના કેસો સામે આવતા જ આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. વિવિધ વિસ્તારમાં આરોગ્યની ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. વિવિધ વિસ્તારમાં 20 જેટલા લીકેજ પાણીની લાઈનોમાં મળ્યા છે. હાલ 12 જેટલા લીકેજ રીપેર કરવામાં આવ્યા છે, જ્યારે બીજી કામગીરી ચાલુ છે.

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો

બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. અત્યાર સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના 70 કેસ નોંધાયા છે તો મેલેરિયાના 28 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે. પૂર્વ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના કેસો વધુ જોવા મળ્યા છે. રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે. અલગ અલગ ઝોનમાં ફોગિંગની કામગીરી કરવામા આવી છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર સરવે શરુ કરવામાં આવ્યો છે. મચ્છરોના બ્રિડિંગ શોધી તેનો નાશ કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

  • Follow us on: