સોશિયલ મીડિયાના યુગમાં ગુનેગારો ફેક એકાઉન્ટ બનાવીને લોકોને છેતરતા હોય છે.જેના લીધે સાયબર ગુનામાં નિરંતર વધારો થતો જોવા મળ્યો છે. હવે ગુનેગારો મોટા અધિકારીઓના ફેક એકાઉન્ટ બનાવીને લોકોને છેતરપિંડી આચરતા હોય છે.


આવો જ એક બનાવ સાબરકાંઠામાંથી સામે આવ્યો છે.કેટલાક તત્વોએ સાબરકાંઠાના SPનું જ સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી દીધું હતું. જેને લઈને સાયબર ક્રાઈમે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી.

સાબરકાંઠા SPનું ફેક એકાઉન્ટ બન્યું

પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠાના જિલ્લા પોલીસ વડાનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. SPના નામે એકાઉન્ટ બનતા ચકચાર મચી ગઈ હતી. જે અંગે સાયબર ક્રાઈમે ફેક એકાઉન્ટ અંગે તાપાસ હાથ ધરી હતી.જેમાં સાઈબર ક્રાઇમને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સાબરકાંઠાના એક બુટલેગર પોલીસ વડાના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોલીસવડાના નામે ફેક એકાઉન્ટ બનતા સાઈબર ક્રાઈમે વધુની કાર્યવાહી હાથ ધરી હતી.

સાઈબર ક્રાઈમે કરી તપાસ

ફેસબુક પર પોલીસ વડાના નામનું સોશિયલ મીડિયા ફેસબુક પર ફેક એકાઉન્ટ બનતા ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી, તેમજ અગાઉ પણ આવી ઘણી ઘટનાઓમાં મોટા અધિકારીઓના ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે.જેમાં આઈપીએસ અધિકારી હસમુખ પટેલના નામે ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું.જે અંગે પોલીસે આરોપીઓને ઝડપી લઈને કાર્યવાહી કરી હતી. તો સુરતના પોલીસ કમિશ્નરનું પણ ફેક એકાઉન્ટ બનાવી દેવાયું હતું.જેમાં સાયબર ગુનેગારો અધિકારીઓના ફોટા લગાવીને લોકો સાથે છેતરપિંડી કરે છે. લોકોને છેતરીને રુપિયા છીનવી લે છે.

  • Follow us on: