સાબરકાંઠાના તલોદમાં પોલીસ પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે, બે કોમ વચ્ચે જૂથ અથડામણમાં પોલીસ પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે, તો મામલો શાંત પાડવા પહોંચેલી પોલીસ પર હુમલો થયો છે, તલોદના હરસોલ બજારમાં અથડામણમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.


તલોદના હરસોલ બજારમાં પોલીસ ઉપર હુમલો

સાબરકાંઠાના તલોદના હરસોલ બજારમાં પોલીસ પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે, બે જૂથ વચ્ચે અથડામણ ચાલી રહી હતી તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચે છે તો લોકોએ ભેગા મળીને પોલીસ પર હુમલો કર્યો છે, મામલો શાંત થવાની બદલે લોકો પોલીસ પર તૂટી પડયા હતી અને પોલીસને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, લોકોના ટોળાએ પોલીસને ઢીબી નાખી હતી, તો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

તલોદ બજારમાં થયેલી અથડામણમાં છ લોકો ઈજાગ્રસ્ત

આ માથાકૂટમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા છે, બે લોકો વધુ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખસેડાયા છે. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને જે લોકોએ હુમલો કર્યો હતો તે લોકોની અટકાયત પણ કરવામાં આવી છે, પોલીસે આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે, લોકોએ લાકડી લઈને પોલીસ પર હુમલો કર્યો હતો.

તલોદમાં ગઈકાલે પણ અંગત અદાવતમાં મગજમારી થઈ હતી

તલોદના વસ્તાજીના મુવાડાના શખ્સને જેઠાજીના મુવાડાના શખ્સોએ વરઘોડામાં થયેલ ઝઘડા મામલે કરેલ તકરાર અંગે તલોદ પોલીસ સ્ટેશન અરજી આપવા ગયેલ વસ્તાજીના મુવાડાના શખ્સની જેઠાજીના મુવાડાના સ્ટેન્ડની સામે દાદરડાની સીમમાં પાર્લરને સળગાવી દેતાં ફરિયાદ નોંધાઈ હતી


  • Follow us on: