• લેડીસ ટેલરિંગનું કામ કરતા યુવકનું મોત
  • છાતીમાં દુઃખાવો થતા હોસ્પિટલ ખસેડાયો
  • ફરજ પર હાજર ડોક્ટરોએ મૃત જાહેર કર્યો

રાજ્યમાં સતત હાર્ટ એટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે સુરતમાં વધુ એક નાની ઉંમરના હાર્ટ એટેકથી મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં 35 વર્ષીય યુવકને છાતીમાં દુઃખાવા બાદ મિત્ર હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો. જોકે ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. 

આ અંગેની માહિતી અનુસાર, સુરતમાં પર્વતગામ વિસ્તારમાં લેડીસ ટેલરિંગનું કામ કરતા 35 વર્ષીય યુવક જીતેન્દ્ર કુમાર ગૌતમનું મોત થયું છે. મંગળવારે જીતેન્દ્ર ઘરે જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ તેની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે પછી તેના સાથી મિત્રો દવા લેવા માટે લઈ ગયા હતા. જ્યાં તે થોડો સ્વસ્થ થયો હતો.

જોકે ફરીથી છાતીમાં દુખાવો ઉપડતા સાથી મિત્ર તેને સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે ફરજ પરના હાજર ડૉક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેઓ સિલાઈ મશીન ચલાવવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતા. તેમના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે જે વતનમાં રહે છે. જ્યારે જીતેન્દ્ર સુરતમાં 8 મહિના પહેલા રોજગારીની શોધમાં આવ્યા હતા.

હજી ગઈકાલે જ સુરતમાં બારડોલીમાં ક્રિકેટ રમતા રમતાં એક કોલેજના પ્રોફેસરને હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં પ્રોફેસરને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. જ્યારે તેમનું મોત પણ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે.


  • Follow us on: