ગુજરાતમાં ઉનાળાની આગ ઝરતી ગરમીમાં ખાતર મેળવવા માટે જગતનો તાત લાઈનમાં ઉભો રહેવા માટે મજબૂર થયો હતો. પાટણ જિલ્લામાં ઉનાળુ વાવેતર સમયે જ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની ખાતર માટે વલખાં મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે. પાટણના સરકારી સંગ માર્કેટ યાર્ડમાં ખાતર મેળવવા માટે ખરી ગરમીમાં ખેડૂતોની લાઈનો લાગી છે. ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવેતર કર્યું છે. વાવેતર બાદ યુરિયા ખાતર નહીં મળતાં ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.


ખાતર મેળવવા માટે ડેપો પર ખેડૂતો લાઈનમાં ઉભા રહેવા મજબૂર
પ્રાપ્ત વિગતો પ્રમાણે પાટણ જિલ્લામાં ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘા ભાવનું બિયારણ લાવીને ઉનાળુ વાવેતર કર્યું છે. તે ઉપરાંત ઘણા ખેડૂતો એવા છે જેમણે બાજરીના પાકનું વાવેતર કર્યું છે. આ પાક માટે યુરિયા ખાતરની જરૂરિયાત હોય છે. પરંતુ જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. ખાતર મેળવવા માટે જિલ્લાના ખેડૂતોની પાટણના સરકારી સંગ માર્કેટ યાર્ડમાં લાઈનો લાગી હતી. આકરી ગરમીમાં ખાતર મેળવવા માટે ડેપો પર ખેડૂતો લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યાં હતાં. ઉનાળામાં બાજરીના પાક માટે ખાસ કરીને યુરિયા ખાતરની જરૂરિયાત હોય છે. આ ખાતર થકી ખેડૂતો બાજરીનો સારો પાક મેળવી શકે છે.

યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
ઉનાળાની આકરી ગરમીમાં ઉત્તર ગુજરાતમાં સિંચાઈનો પ્રશ્ન પણ ખેડૂતોને સતાવી રહ્યો છે. સમગ્ર ઉત્તર ઝોનમાં અનેક ખેડૂતો દાંતિવાડા, ધરોઈ અને નર્મદાના પાણી પર નિર્ભર છે. આ સમયે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોએ ખાતર મેળવવા માટે માર્કેટ યાર્ડમાં લાઈનો લગાવી હતી. મોંઘા ભાવનું બિયારણ ખરીદીને ખેતરમાં વાવણી કર્યા બાદ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ સિંચાઈ માટેનું પાણી અને બીજી તરફ ખરા સમયે ખાતરની અછતથી ખેડૂતોની તકલીફોમાં વધારો થયો છે.

  • Follow us on: