હાઈવે પર અવારનવાર વાહનોમાં કોઈ કારણોસર આગ લાગી જતી હોય છે. જેના લીધે લોકોના જીવ જોખમમાં પણ મૂકાતા હોય છે. જેનું કારણ શોર્ટ સર્કિટ કે બીજુ કોઈ કારણ હોઈ શકે છે.તો બોટાદ પાસે એક સ્કોર્પિયો કારમાં આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોટાદના નવનાળા પાસે જમઈનગર વિસ્તારમાં સ્કોર્પિયો કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી.


કારમાં અચાનક આગ લાગી

બોટાદના નવનાળા પાસે વહેલી સવારે સ્કોર્પિયો કાર પાર્કિંગમાં હતી. તેમાં અચાનક આગ લાગી હતી. આગને જોતા પરિવાર તેમજ રહીશો એકઠા થઈ ગયા હતા. જે દરમિયાન કારમાં આગ લાગતા રહીશો તેને જોવા માટે એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ કારમાં આગને લઈને તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરી હતી. આગની ઘટનાની જાણ થતા બોટાદ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. જેમણે આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. જેમાં આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી

સ્કોર્પિયો કારમાં લાગેલી આગને ફાયર વિભાગે કાબૂમાં લઈ લીધી હતી. આગ લાગવાને લીધે સ્કોર્પિયો કાર બળીને ખાક થઈ જવા પામી હતી. તો આગ લાગવાનું કારણ અંગે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, કાર પાર્કિંગમાં હોય અને આગ લાગવા સમયે કોઈ આસપાસ હાજર નહોતું જેના લીધે કોઈ જાનહાનિ થઈ નથી. આગને લીધે મોટાભાગની કારનો હિસ્સો સળગી ગયો હતો.

  • Follow us on: