રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ક્લેકટર ડો. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયાના અધ્યક્ષતા અને માર્ગદર્શન તળે આરોગ્ય વિભાગનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.બી.એ.ધોળકિયા અને એપેડેમીક મેડીકલ ઓફિસર ડૉ.આર.આર.ચૌહાણ દ્વારા બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે.


સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ

જે અંતર્ગત તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.જયદિપ કણજરીયા દ્વારા બોટાદ તાલુકામાં આ અંગે સધન અમલીકરણ કરવામાં આવે છે. જેમાં તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સધન અમલીકરણ થાય તે હેતુથી ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી બોટાદ તાલુકાના ભાંભણ ગામે હાથ ધરવામાં આવી હતી.

દુકાન ધારકો પાસેથી રૂપિયા ૯૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો

જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતાં નાના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે ૧૨ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૦૯ જેટલા દુકાન ધારકો પાસેથી રૂપિયા ૯૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ રેડમાં પ્રા.આ. કેન્દ્રનાં મેડીકલ ઓફિસર શ્રી ડો. આશિષ વેદાણી, સુપરવાઈઝર જયેશ ચૌહાણ અને પોલીસ વિભાગના સંજયભાઈ મેર, અને પરબતસિંહ પરમાર દ્વારા આ કામગીરી ખુબ જ ચોકસાઈ પૂર્વક કરવામાં આવી હતી.

 

  • Follow us on: