• સતત ચોથા દિવસે ફાયર વિભાગની કાર્યવાહી
  • ચારેય ઝોનમાં હોસ્પિટલો,સ્કૂલો,મોલ,શો રૂમ પર તપાસ
  • 14 ટીમોએ 292 સ્થળોએ કરી તપાસ

રાજકોટમાં લાગેલી આગ બાદ ગુજરાતનું ફાયર વિભાગ એલર્ટ મોડ પર છે,ત્યારે વડોદરાના ફાયર વિભાગે વી.આઈ.પી.વ્યુ,આમ્રપાલી કોમ્પ્લેક્ષસ સહિત 219 એકમો સિલ કરાયા છે,19 હોસ્પિટલ સહિત 25 એકમોને નોટિસ અપાઈ છે,તો બીજી તરફ ટાઉન પ્લાનિંગ વિભાગે 8 ટયુશન અને પ્લે સેન્ટર સિલ કર્યા છે.

292 સ્થળે તપાસ કરાઈ

પાલિકાની 14 ટીમે 292 સ્થળે તપાસ કરી 247ને નોટિસ આપી છે. કારેલીબાગ વીઆઈપી વ્યુ કોમ્પલેક્ષ, આમ્રપાલી, બંસલ મોલ, બરોડા સ્પોર્ટ્સ એરેના, ગણેશ સો મિલ, સહજાનંદ સો મીલ સહિત 219ને સીલ કરાયા હતા. 6 ટીમે 19 હોસ્પિટલ, 5 સ્કૂલ, 3 મોલ, શોરૂમ સહિત 29 સ્થળે તપાસ કરી 25ને નોટિસ આપી હતી. બાંધકામ પરવાનગી, ઓક્યુપેશન સર્ટિ., સિવિલ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ધારાધોરણ, ફાયર સિસ્ટમ અને એનઓસીની ચકાસણી થઇ હતી.

લોકોમાં ફફળાટ

ઉત્તરમાં 240 સ્થળે તપાસ કરી 213ને નોટિસ આપી હતી. પશ્ચિમમાં 12ને નોટિસ આપી બરોડા સ્પોર્ટ્સ અરેના સીલ કર્યું હતું. દક્ષિણમાં 10 સ્થળે તપાસ બાદ બરોડા એન્ટરપ્રાઇઝ સહિત 4 એકમો સીલ કર્યા જ્યારે પૂર્વમાં 15 સ્થળે તપાસ બાદ 12ને નોટિસ આપી મીરા દાતાર ફર્નિચર દુકાનને સીલ કરી હતી.

જાણો કયા ટયુશન કલાસીસને સિલ કર્યા

1-કિડસ ક્રિસ્ટલ, વૈશાલી સોસાયટી, કારેલીબાગ

2-ટ્રાન્સ ગ્લોબલ ઓવરસીઝ એજ્યુકેશન, મુક્તાનંદ ત્રણ રસ્તા, કારેલીબાગ

3-ઓશો રીજલ એકેડેમી ઓફ સાયન્સ, મુક્તાનંદ ત્રણ રસ્તા, કારેલીબાગ

4-લીટલ મિલેનિયમ પ્રિ સ્કૂલ, મંગલદર્શન સોસાયટી, ચાણક્યપુરી સમા

5-ગુજરાત કિડ્સ પ્રિ સ્કૂલ, લક્ષ્મીકુંજ સોસાયટી, ન્યુ સમા રોડ

6-કિડઝી, પંચમુખી હનુમાન મંદિર પાસે, વાસણા

7-મિલેનિયમ, પંચમુખી હનુમાન મંદિર પાસે, વાસણા

8-જોય કિડસ કેર, પાવનધામ સોસાયટી, વારસિયા રિંગ રોડ


  • Follow us on: