વડોદરાના કારેલીબોડા સર્કલ નજીક ભૂવો પડયો છે, તો આ ભુવાની વાત કરીએ તો ભુવો 3 ફૂટ ઊંડો અને 10 ફૂટ પહોળો છે, તો સ્થાનિકોએ કોર્પોરેશનને આડે હાથે લીધુ છે, મહત્વનું છે કે વડોદરામાં વગર વરસાદે પણ ઘણી વાર ભુવા પડવાની સમસ્યા રહેતી હોય છે, તો હાલમાં કોર્પોરેશને બેરીકેટ મૂકીને સંતોષ માન્યો છે.
વગર વરસાદે ભૂવો પડતા કામગીરી સામે સવાલ
કોર્પોરેશન વિસ્તાર અને એમાં પણ વિકાસશીલ વડોદરા તેની વરવી વાસ્તવિકતા સામે આવી છે, લોકો ટેકસ પણ ભરે છે પણ સુવિધાના નામે મીડું હોય તેવું લાગી રહ્યું છે, કોર્પોરેશન વિસ્તરમાં આવતા કારેલીબોડા સર્કલ નજીક ભુવો પડયો છે અને આ ભુવાના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યનો સામનો કરવાનો વારો આવ્યો છે, તો મહત્વનું છે કે કોર્પોરેશનને આ વાતની જાણ છે તેમ છત્તા ભુવો પૂરવાની કામગીરી હજી શરૂ કરવામાં આવી નથી, સ્થાનિકોએ કોર્પોરેશન સામે રોષ ઠાલવ્યો છે.
વડોદરા કોર્પોરેશન શરમ કરો
શહેરમાં રોડ-રસ્તાને લઈ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ આ રોડ રસ્તાને લઈ કામગીરી ના થતી હોય તેવું લાગી રહ્યું છે,સ્માર્ટ સિટી બની ગયુ પણ અધિકારીઓ સ્માર્ટ ના થયા અને શહેરમાં ભુવા પડવાનું ચાલુ રહ્યું,વડોદરા મ્યુ.કોર્પોરેશન જરા આંખ ખોલીને જુઓ શહેરની શું હાલત છે,લોકો પાસેથી ટેકસના નામે રૂપિયા ખંખેરો છો પણ તેની સામે સગવડ આપવાનું રાખો,આ વડોદારા ભુવા નગરી નથી સંસ્કારી નગરી છે માટે ભુવા પડશે તે તો નહી જ ચલાવી લેવાય.