વરસાદને લઈ જૂનાગઢ કૃષિ યુનિ.ના આગાહીકારોનું અવલોકન સામે આવ્યું છે, આગાહીકારનું કહેવું છે કે, આ વખતે ગુજરાતમાં 100% થી વધુ વરસાદ થવાની આગાહી છે, 50થી વધુ આગાહીકારોએ આપ્યું પૂર્વ અનુમાન તો ખેડૂત જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વાવણી કરી શકે તેવી શકયતા પણ દેખાઈ રહી છે, ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં આવી શકે છે વાવાઝોડું અને ઓક્ટોબર અંતમાં વિધિવત રીતે વરસાદ વિદાય લેશે.
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર
વરસાદને લઈ ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારે વરસાદ અને વાવણીને લઈને આ વખતે ખેડૂતોને સારો ફાયદો થાય તેવી સંભાવના રહેલી છે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં 100 ટકા વરસાદ થવાની શકયતાઓ સેવાઈ રહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આગાહીકારો થયા એકત્રિત જેમા 31 માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારોનું અવલોકન સામે આવ્યું છે. ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં આવી શકે છે વાવાઝોડું અને ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં વિધિવત રીતે વરસાદની થશે વિદાય.
17 મે થી ઉકળાટ અને ગરમીમાં વધારો થશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું કહેવું છે કે,આગામી 13 મે થી પ્રિ મોનસૂન એક્ટીવિટી શરૂ થશે અને આ વખતે ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા છે, 24, 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હલચલ થશે અને 28 મે થી 4 જૂન સુધી કેરળમાં ચોમાસુ શરૂ થશે અને લો પ્રેશર થતા અરબ સાગરમાં ચક્રવાત થઈ શકે છે અને રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસુ સારું જશે તેવી આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.
દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો માં તાપમાન ૪૨ ડિગ્રી આસપાસ રહી શકે : અંબાલાલ પટેલ
પૂર્વ ગુજરાતના ભાગોમાં તાપમાન ૩૩ ડિગ્રી સુધી રહી શકે છે તો ૧૪ મે થી બંગાળનો ઉપસાગર સક્રિય થાય અને વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે તેમજ 14 મે થી ગરમીનું પ્રમાણ વધશે અને મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સુધી જઈ શકે છે,મે માસમાં વાવાઝોડા બંગાળના ઉપસાગર તથા અરબી સમુદ્રમાં ત્યારબાદ વાવાઝોડા સક્રિય થશે.મે માસ માં મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રી સુધી જઈ શકે છે.