વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં કોર્પોરેશનના પૂર્વ કાર્યપાલક ઇજનેર દોષિત ઠર્યા. હરણી બોટ દુર્ઘટનાને લઈને ખાતાકીય તપાસ બાદ ઇજનેર રાજેશ ચૌહાણ કસૂરવાર હોવાનું સામે આવ્યું. ઇજનેર રાજેશ ચૌહાણ કોર્પોરેશનના ફ્યુચરેસ્ટીક પ્લાનિંગ સેલમાં ફરજ બજાવતા હતા. દરમ્યાન કોર્પોરેશનમાં કામ કરનાર રાજેશ ચૌહાણ સરકારી ધારા ધોરણ મુજબ ઉંમરના આધારે નિવૃત્ત થયા. ખાતાકીય તપાસમાં કસૂરવાર ઠરતાં ઇજનેરને શિક્ષા પણ કરવામાં આવી.
હરણી બોટ દુર્ઘટનામાં શાળાના બાળકો ડૂબ્યાની ઘટના બનતાં રાજ્યભરમાં મોટો ઉહાપોહ મચ્યો હતો. બાળકો અને શિક્ષકોના મોત થતા સંપૂર્ણ ઘટનાની તપાસ કરવા અને જવાબદારો સામે આકરા પગલાં લેવા વાલીઓ દ્વારા અપીલ કરાઈ હતી. ઘટના બનવા પાછળનું કારણ ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડતા હોવાનું સામે આવ્યું હતું. અને આ ગોઝારી દુર્ઘટના મામલે કોન્ટ્રાક્ટર સહિત સંચાલકો સહિત તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવી.દુર્ઘટનાને લઈને ચાલતી તપાસમાં કોર્પોરેશનના પૂર્વ કાર્યપાલક ઇજનેર દોષિત ઠર્યા. જો કે તેઓ વય નિવૃત્ત થયા હોવાથી ઇજનેર રાજેશ ચૌહાણને મળતાં પેન્શનમાંથી રૂ. 5 હજારની કપાતની શિક્ષા કરવાનો નિર્ણય કરાયો.ખાતાકીય તપાસ બાદ કસૂરવાર ઠરતા પેન્શન માંથી આજીવન 5 હજાર રૂપિયા કપાતની શિક્ષા કરતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.કસુરવાર ઠરેલ નિવૃત્ત પૂર્વ કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણની ધરપકડ થશે કે કેમ ની ચર્ચાએ પકડયું જોર છે.













