ગઢડા (સ્વામીના) શહેરમાં રહેતી ધીમહિ રાજેન્દ્રકુમાર ત્રિવેદીએ તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લઈ યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમ મેળવીને સિલ્વર મેડલ અને ટ્રોફી જીતી લીધી છે.
તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માંથી ઇન્ટર યુનિવર્સિટી નૅશનલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ રમવા માટે મધ્યપ્રદેશના સતના ખાતે ગયેલ. જ્યાં તેમણે સુંદર દેખાવ કરેલ. ઉપરાંત તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં પણ સતત નવમી વાર સિંગલ અને ડબલ્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન બની ગઢડાનુ ગૌરવ વધાર્યું છે.













