ગઢડાના ઢસામાં ગ્રામજનોનો રોષ સપાટી પર આવ્યો છે. ગામમાં રાજકારણીઓના પ્રવેશ પર નો એન્ટ્રીના બોર્ડ લાગ્યા છે. ગ્રામ પંચાયત પાસે ગ્રામ જનોએ રાજકારણીઓ પર નો એન્ટ્રી ફરમાવી છે. ગામમાં વધી ગયેલા દબાણો દૂર કરવા માટે કરેલી અનેક રજૂઆતો બાદ પણ તેનો નિકાલ નહીં આવતા ગ્રામજનો રોષે ભરાયા હતાં. નેતાઓ સામે રોષ વધતાં નો એન્ટ્રીના બોર્ડ લગાવવામાં આવ્યાં છે.


ગ્રામ પંચાયત પાસે લગાવ્યું અલ્ટીમેટમ બોર્ડ

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઢડાના ઢસા ગામમાં મોક્ષ મંદિર તરફ જવાના માર્ગ પર દબાણો ખડકાયેલા છે. આ દબાણોના કારણે વરસાદની સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. પાણી ભરાવાથી લોકોની અવર જવરમાં પણ તકલીફ થાય છે. દબાણો હટાવવા માટે તંત્ર સુધી અનેક રજૂઆતો કરવામાં આવી છે. છતાં તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી.

દબાણના કારણે પાણી ભરાવાની પણ સમસ્યા

ગ્રામજનોએ આ સમસ્યાના ઉકેલ માટે છેક મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે. તે છતાંય તેનો નિકાલ નહીં આવતા ગ્રામ જનો રોષે ભરાયા હતાં અને ગ્રામ પંચાયત પાસે જ અલ્ટીમેટમનું બોર્ડ મુક્યું હતું. મોક્ષ મંદિરે જવાના રસ્તે પાણી ભરાતા હોવાથી લોકોને મુશ્કેલી પડતી હોવાનું પૂર્વ ઉપ સરપંચે જણાવ્યું હતું. ઢસા ગ્રામપંચાયત ના સદસ્ય અને પૂર્વ ઉપ સરપંચ કપીલભાઈ ગોલેતરે આ અલ્ટીમેટમને સમર્થન આપ્યું છે.


  • Follow us on: