બોટાદ જિલ્લા કલેકટર ડો.જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા તેમજ જિલ્લા વહિવટી તંત્રની સુચના તેમજ પશુપાલન શાખા જિલ્લા પંચાયત બોટાદ દ્વારા આગામી સમયમાં વરસાદની આગાહી હોય પશુપાલકોને પોતાના પશુઓને કોઈ જાનહાનિ કે શારીરિક હાનિ ન થાય તે માટે નીચેના પગલાંઓ અનુસરવા અનુરોધ છે.


આગાહી દરમિયાન પશુઓને ઝાડ નીચે બાંધવા નહીં

ભારે પવનને લીધે ઝાડ પણ પડી શકે છે તે બાબતે કાળજી રાખવી. પશુઓને સલામત સ્થળે રાખવા અને અતિશય પાણી ભરાવાની શક્યતા હોય તેવા સંજોગોમાં પશુઓને સાંકળથી બાંધવા નહીં, પરંતુ પોતે ખુલ્લા રહે અને જરૂર લાગે એવા સમયે તરીને બહાર આવી શકે તેવી વ્યવસ્થા કરવી. જર્જરીત મકાન કે અન્ય વસ્તુની બાજુમાં પશુઓને બાંધવા નહીં.

પશુઓને અજાણી જગ્યાએથી હકાવવા નહીં જેથી ડૂબવાની શક્યતા નિવારી શકાય

વિસ્તારમાં પાણી ભરાયું હોય તેવા સંજોગોમાં પશુઓને અજાણી જગ્યાએથી હકાવવા નહીં જેથી ડૂબવાની શક્યતા નિવારી શકાય. ઈલેક્ટ્રીક થાંભલાઓ અથવા અન્ય કોઈપણ જગ્યાએ કે જ્યાં ઈલેક્ટ્રીક શોક લાગવાની શક્યતા હોય તેવી જગ્યાએ પશુઓને બાંધવા નહીં. ચોમાસાની શરૂઆત થાય તે પહેલા પશુઓને કૃમિનાશક દવા અવશ્ય આપવી. પશુ દવાખાના ખાતે કૃમિનાશક દવાનો જથ્થો ઉપલબ્ધ હોય છે જે મેળવી લેવા બોટાદ જિલ્લા પશુપાલન અધિકારી ડો. આર.જી.માળી જણાવવામાં આવે છે.


  • Follow us on: