સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરીએ મોટી જાહેરાત કરી છે. બંને જિલ્લાના પશુપાલકોને ભાવફેર અને બોનસ આપવાની સુમુલ ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પશુપાલકોને કિલો ફેટે 120 રૂપિયા બોનસ પેટે આપવામાં આવશે. ડેરીના ચેરમેન દ્વારા કરાયેલી આ જાહેરાતથી ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થશે.


 કિલો ફેટે 120 રૂપિયાનું બોનસ આપવામાં આવશે

સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, સુમુલ ડેરી દ્વારા ખેડૂતો અને પશુપાલકોની આવક ડબલ થાય તેવા પ્રયાસો અવારનવાર હાથ ધરાય છે. જેથી આ વખતે ભાવફેર અને બોનસની જાહેરાત કરવામાં આવી છે. સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ ખેડૂતો માટે બોનસ અને ભાવફેર પેટે 400 કરોડ રૂપિયા ચૂકવાશે. બંને જિલ્લાના પશુપાલકોને કિલો ફેટે 120 રૂપિયાનું બોનસ આપવામાં આવશે.

1200 મંડળી સાથે અઢી લાખ પશુપાલકો જોડાયેલા

જયેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ બોનસની જાહેરાત બાદ સુમુલ ડેરી સાથે જોડાયેલા સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને લાભ થશે.દૂધના ભાવમાં વધારાનો લાભ તાત્કાલિક ચૂકવવામાં આવશે. અગાઉ પશુપાલકોને 115 રૂપિયા ચૂકવવામાં આવતા હતાં. જેમાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.સુમુલ ડેરી માં 1200 મંડળી સાથે અઢી લાખ પશુપાલકો જોડાયેલા છે.


  • Follow us on: