સુરતની તન્મય હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત સામે આવી છે,જેમાં તન્મય હોસ્પિટલના ચેન્જિંગ રૂમમાં આગ લાગત અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો દર્દીઓ જીવ બચાવવા માટે દોડયા હતા,તો ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવ્યો હતો,તો આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.
હોસ્પિટલના ચેન્જિંગ રૂમમાં આગ લાગતા દોડધામ મચી
સુરતની તન્મય હોસ્પિટલના ચેન્જિંગ રૂમમાં આગ લાગી હતી,શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,ત્યારે આગને પગલે સમગ્ર હોસ્પિટલ અને બિલ્ડીંગમાં ધુમાડો ફેલાયો હતો અને દર્દીઓ જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા,ફાયર વિભાગે સમયસર આગ પર કાબુ મેળવી લીધો હતો જેના કારણે મોટી જાનહાની ટળી હતી,આગ લાગતા દર્દીઓ સમયસૂકતા વાપરીને બહાર નીકળી ગયા હતા,તો ધુમાડો મોટા પ્રમાણમાં હોવાથી લોકોને બિલ્ડીંગની બહાર કાઢયા હતા.
સુરતમાં આગને પગલે ધુમાડો વધુ પ્રમાણમાં ફેલાયો હતો
અડાજણ વિસ્તારની ડેરીની પાસે આવેલી તન્મય હોસ્પિટલમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી અને આગ બેકાબુ બની હતી,ચેન્જિંગ રૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા સૌ કોઈના જીવ તાળવે ચોંટયા હતા,તો બીજી તરફ આગ લાગવાને કારણે ધૂમાડો ખુબજ મોટા પ્રમાણમાં હતો અને ફાયર ફાઈટરો ઓક્સિજન માસ્ક પહેરી ચેન્જિંગ રૂમમાં પ્રવેશ્યા હતા,ફાયરની ટીમે આગ ઓલવવા ભારે જેહમત કરી હતી,સદનસીબે આગની આ ઘટનમાં કોઈ ને ઈજા કે જાનહાની પહોંચી ન હતી,તો પોલીસે પણ દર્દીઓના નિવેદન લીધા છે.