સુરતમાં બ્રહ્મ સમાજે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપનો વિરોધ કર્યો હતો. અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, બ્રાહ્મણો મહિલાઓને બખ્શી દો.આટલા સંસ્કાર તો શાસ્ત્રોમાં પણ છે માત્ર મનુવાદમાં જ નથી તમે કયા પ્રકારના બ્રાહ્મણ છો તે નક્કી કરો. ત્યારબાદ તેમની સામે સતત વિરોધ થઈ રહ્યો છે. સુરતમાં બ્રહ્મ સમાજે કલેક્ટર કચેરી બહાર સુત્રોચ્ચાર કરીને અનુરાગ કશ્યપનો વિરોધ કર્યો હતો.
અનુરાગ કશ્યપે બ્રહ્મ સમાજ સામે અભદ્ર ટિપ્પણી કરી હતી
એક ફિલ્મના પ્રમોશન દરમિયાન નિર્માતા અનુરાગ કશ્યપે બ્રહ્મ સમાજ સામે અભદ્ર ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ સમગ્ર દેશમા તેમની સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. સુરતમાં કલેક્ટર કચેરી ખાતે બ્રહ્મ સમાજના આગેવાનો અને મહિલાઓ એકઠી થઈ હતી. તેમણે અનુરાગ કશ્યપ મુર્દાબાદ ના નારા લગાવ્યા હતાં. કલેક્ટર કચેરી બહાર ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત બ્રહ્મ સમાજે અનુરાગ કશ્યપ સુરત આવી બતાવે તેવી ખુલ્લી ચેલેન્જ આપી હતી.
ગાંધીનગરમાં ફરિયાદ દાખલ કરાઈ
બીજી તરફ ગાંધીનગરમાં પણ અનુરાગ કશ્યપનો વિરોધ કરવામાં આવ્યો છે. બ્રહ્મ સમાજ વિરુદ્ધ ટિપ્પણી મુદ્દે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બ્રહ્મ સમાજ દ્વારા ગાંધીનગર ના સેક્ટર 6 પોલીસ સ્ટેશન મા ફરિયાદ દાખલ કરાઈ છે.
ટીપ્પણી કર્યા બાદ માફી માંગી
ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, બ્રાહ્મણો મહિલાઓને બખ્શી દો, આટલા સંસ્કાર તો શાસ્ત્રોમાં પણ છે, માત્ર મનુવાદમાં જ નથી. તમે કયા પ્રકારના બ્રાહ્મણ છો તે નક્કી કરો. આ ટીપ્પણી બાદ તેમણે માફી માગી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને કહ્યું છે કે, ગુસ્સામાં જવાબ આપતા હું મારી મર્યાદા ભૂલ્યો હતો. હું સમાજની દીલથી માફી માગુ છું.