વાવાઝોડામાં લોકોએ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બને છે. ભારે પવન ફૂંકાવવાથી ઘણી મોટી દુર્ઘટનાઓ બને છે. ગાંધીનગરમાં મેળામાં મજા માણતી વખતે જોખમી દુર્ઘટના બની હતી.ગાંધીનગરના માણસામાં આવેલા આનંદ મેળામાં ખરાબ વાતાવરણના લીધે વાવાઝોડાની પરિસ્થિતિમાં કેટલાક બાળકો ઈજાગ્રસ્ત થયું હોવાનું સામે આવ્યું છે.


એર રાઈડમાં બાળકો ફંગોળાયા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગરના માણસામાં આનંદ મેળો યોજાયો. જેમાં વેકેશન હોવાથી બાળકો પોતાના માતાપિતા સાથે ત્યાં ફરવા માટે આવેલ. જે દરમિયાન વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં માણસામાં આનંદ મેળામાં બાળકો એર રાઈડમાં રમી રહ્યા હતા. જે દરમિયાન એર રાઈડમાં રમતી વખતે બાળકો હવામાં ફંગોળાઈ ગયા હતા. બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બાળકો સારવાર હેઠળ

માણસામાં આનંદ મેળામાં એર રાઈડમાં રમતી વખતે બાળકો હવામાં ફંગોળાઈ ગયા હતા. જે દરમિયાન બાળકો ઈજાગ્રસ્ત થતા તેમના માતાપિતા તેમને લઈને સારવાર માટે હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. વાવાઝોડાના લીધે રાઈડમાંથી નીચે પટકાતા બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.પ્રાપ્ત માહિતી મુજબ 3 જેટલા બાળકોને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં 3 બાળકો ઈજાગ્રસ્ત થયેલા હોવાથી સારવાર હેઠળ છે. વાવાઝોડાની પરિસ્થિતિને લીધે ઘણી જગ્યાએ ભારે પવન ફૂંકાયો છે. તો ક્યાંક ગુજરાતમાં ઝાડ પડી ગયા હોવાની ગંભીર ઘટનાઓ પણ સામે આવી છે.તો ક્યાંક ભારે પવનના લીધે વીજ પોલ પડતા લોકો ક્યાંક ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે.


  • Follow us on: