- સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર કક્ષાના અધિકારીઓની બદલી
- નાણાં વિભાગ હસ્તકના 11 અધિકારીઓની બદલી
- 8 નાયબ વેરા કમિશ્નર કક્ષાના અધિકારીઓની બઢતી
લોકસભાની ચૂંટણીઓ પત્યા પછી રાજ્ય સરકારે નાણાં વિભાગમાં બદલીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્ય સરકારે નાણાં વિભાગ હસ્તકના 11 અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપ્યો છે. આઠ નાયબ વેરા કમિશન કક્ષાના અધિકારીઓની બદલી સાથે બદલી કરી છે. આ ઉપરાંત સરકારે નાયબ રાજ્ય વેરા કમિશનર કક્ષાના 18 અધિકારીઓની પણ બદલી કરી છે.
સંયુક્ત રાજ્ય વેરા કમિશનર કક્ષાના આઠ નાયબ વેરા કમિશનર કક્ષાના અધિકારીઓ તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત નાયબ વેરા કમિશનરમાંથી સંયુક્ત રાજ્યવેરા કમિશનર તરીકે બઢતી કરવામાં આવી છે. 55 સહાયક રાજ્યવેરા કમિશનરની નાયબ રાજ્યવેરા કમિશનર તરીકે બઢતી આપવામાં આવી છે.













