રાજ્ય સરકારના શ્રમ નિયામક, કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને ડો.બાબાસાહેબ આંબેડકર ભવન, ગાંધીનગર ખાતે સમગ્ર રાજયની આઉટસોર્સિંગ એજન્સીઓને શ્રમ કાયદાઓનું માર્ગદર્શન આપવા માટે તાજેતરમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં શ્રમયોગીઓના હિતોના રક્ષણ અર્થે વિવિધ શ્રમકાયદાઓ જેવા કે લઘુત્તમ વેતન અધિનિયમ-૧૯૪૮, કોન્ટ્રાકટ મજૂર અધિનિયમ-૧૯૭૦, સમાન વેતન અધિનિયમ-૧૯૭૬, બોનસ ચૂકવણી અધિનિયમ-૧૯૬૫ તથા ગ્રેજ્યુઇટી ચૂકવણી અધિનિયમ-૧૯૭૨ અંગેની સમજૂતી આપવામાં આવી હતી. હાલના સમયમાં સરકારી કચેરીઓમાં GeM પોર્ટલ મારફત ટેન્ડર કરવામાં આવતાં હોઇ, તે બાબતે જાણકારી તથા સેવા આપતી એજન્સીઓની જવાબદારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં રાજ્યભરની લગભગ 300 જેટલી એજન્સીઓ હાજર રહી હતી.













