• પરિક્રમામાં રૂટ પર જામ્યા ગંદકીના ઢગ

  • સફાઈ અભિયાનમાં મનપાએ લાવી તીવ્રતા
  • ઘણીં સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ ભાગ લીધો

ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતા ભવનાથ અને પરિક્રમા રૂટ પર ગંદકીના ગંજ જમ્યા છે ત્યારે સાધુ સંતો દ્વારા પરિક્રમા રૂટ પર સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું અને મહાનગરપાલિકા દ્વારા 150થી વધુ કર્મચારીઓને કામે લગાડી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગિરનારની 36 કિમીની લીલી પરિક્રમા પૂર્ણ થતા પરિક્રમા રૂટ તેમજ ભવનાથ વિસ્તારમાં ગંદકીના ગંજ જમ્યા છે ગિરનારના જંગલમાં ગંદકી અને પ્લાસ્ટિકનો કચરો થતા વન્ય પ્રાણીઓ અને પર્યાવરણને નુકસાન ન પહોંચે જેને લઇ સાધુ સંતો તેમજ કલેકટર એસપી વન વિભાગ સહિતના અધિકારીઓ દ્વારા ઈટવાગેટ થી શરૂ કરીને જીણાબાવાની મઢી સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને સાથે જ જુદી જુદી સંસ્થાઓ દ્વારા પણ ગિરનાર જંગલને સ્વચ્છ કરવા અને ગંદકી દૂર કરવા જુદી જુદી ટીમો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ગિરનારની લીલી પરિક્રમામાં પ્લાસ્ટિક ન જાય તેને લઈને પ્રકૃતિમિત્ર અને અન્ય જુદી જુદી સંસ્થાઓ દ્વારા જંગલમાં જતું પ્લાસ્ટિક અટકાવીને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ હજારો ટન પ્લાસ્ટિક અને કચરો જંગલ વિસ્તારમાં એકઠો થયો છે જેથી વન્ય પ્રાણીઓને નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે જેથી વહેલી તકે ગિરનાર જંગલમાં સફાઈ કરી પ્લાસ્ટિક અને ગંદકીના ગંજને દૂર કરવાની માગણી તંત્રની પાસે કરવામાં આવી છે.

પાંચ દિવસની ગિરનારની લીલી પરિક્રમા કરવા 13 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ ઉમટી પડ્યા હતા. પરિક્રમા પૂર્ણ થતા ગિરનાર જંગલ અને ભવનાથમાં ગંદકીના ગંજ જમ્યા છે જેને દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી ટીમો કામે લગાવી છે 150 જેટલા સફાઈ કર્મચારીઓ 6 સુપરવાઇઝર તેમજ ચાર ટ્રેક્ટર જેસીબી દ્વારા કચરો એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અત્યાર સુધીમાં મહાનગરપાલિકા દ્વારા 120 ટન જેટલો કચરો એક્ત્રિત કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો છે.


  • Follow us on: