- વાઈબ્રન્ટમાં 1095 કરોડના સંભવિત રોકાણ ગુજરાતમાં થશે
- નવા રોકાણથી 1230 જેટલા રોજગાર ઉભા થવાની સંભાવના
- અત્યારસુધી 7 તબક્કામાં 13, 536 MOU થયા
આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ રાજ્ય સરકારે તૈયારીઓ તેજ કરી છે. વાઈબ્રન્ટ ગુજરાત વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોગો તેમજ વેબસાઈટ અને એપ્લિકેશનનું લોંચિંગ કરવામાં આવ્યું છે. અત્રે જણાવીએ કે, આગામી 10,11 અને 12મી જાન્યુઆરીના રોજ આ સમિટ યોજાશે.
રાજ્યમાં જાન્યુઆરી-2024માં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનને લઈ ગાંધીનગર ખાતે તૈયારીઓ શરૂ કરી છે. જેના ભાગ રૂપે આજે આ સમિટનો લોગો તેમજ વેબસાઈટ અને એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાંચ MoU પણ કરવામા આવ્યા છે. કુલ 1,095 કરોડ રૂપિયાના સંભવિત રોકાણો રાજ્યમાં આવશે. એટલું જ નહીં, આના પરિણામે આગામી વર્ષમાં 1,230 જેટલા રોજગાર અવસર પણ ઊભા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આગામી વાઈબ્રન્ટ સમિટની શરૂઆત પૂર્વે જ રાજ્ય સરકારે રાજ્યમાં મૂડીરોકાણો મેળવવા માટે વિવિધ ઉદ્યોગકારો સાથે MoU કરવાનો નવતર ઉપક્રમ યોજ્યો છે.













