• કોર્પોરેટ ફોરેન્સિકમાં સેન્ટર ઓફ એક્સીલન્સની સ્થાપના ગિફ્ટ સિટીમાં કુશળતાને નોંધપાત્ર પણે મજબૂત કરશે: તપન રે

  • જોઈન્ટ રિસર્ચ, કન્સલ્ટન્સી અને એજ્યુકેશન પ્રોગ્રામ હાથ ધરાશે
  • ગિફ્ટ સિટીમાં એકમો માટે વિશિષ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને સ્કીલ ડેવલપમેન્ટ પહેલ તૈયાર કરવામાં આવશે

ગાંધીનગરના ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (એનએફએસયુ)એ ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન, ફ્રોડ ઈન્વેસ્ટિગેશન, ડેટા સિક્યોરિટી, સાયબર સિક્યોરિટી અને એન્ટી-મની લોન્ડ્રીંગમાં નિપુણતા વધારવા માટે સહયોગ કર્યો છે. આ વ્યૂહાત્મક ગઠબંધનનો ઉદ્દેશ આ નિર્ણાયક ક્ષેત્રોમાં શિક્ષણ, તાલીમ અને સંશોધનમાં રસ તથા નવીનતાઓ જગાવવાનો છે.

બે અગ્રણી સંસ્થાનો વચ્ચે MOU કરવામાં આવ્યા

ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ તપન રે અને એનએફએસયુના વાઈસ ચાન્સેલર પદ્મશ્રી ડો. જે.એમ.વ્યાસના નેતૃત્વ હેઠળ ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીના બે અગ્રણી સંસ્થાનો વચ્ચે સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ તપન રેએ જણાવ્યું હતું કે “આ ભાગીદારી ફાઈનાન્સ અને ટેક્નોલોજી માટે પ્રગતિશીલ માહોલ ઉભો કરવા અને શીખવાને પ્રોત્સાહન આપવાના અને તેના પગલે ગિફ્ટ સિટીની ઈકોસિસ્ટમને વધુ ઉચ્ચ સ્તરે લઈ જવાના અમારા સમાન વિઝનને દર્શાવે છે.

સાયબર ફોરેન્સિક, ફિનટેક, ફોરેન્સિક એકાઉન્ટિંગ અને ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન પર ધ્યાન કેન્દ્રિત કરતા સેન્ટર ઓફ એક્સીલન્સની સ્થાપનાથી ગિફ્ટ સિટીમાં નિપુણતા મહત્વપૂર્ણ રીતે મજબૂત બનશે. અમારા સંયુક્ત પ્રયાસો સુનિશ્ચિત કરશે કે ગિફ્ટ સિટીના એકમોને ઉત્કૃષ્ટ સ્તરની પ્રતિભાઓ તથા શ્રેષ્ઠ જ્ઞાનની એક્સેસ મળે જેથી નવીનતા તથા ઉત્કૃષ્ટતા હાંસલ કરી શકાય.”

એમઓયુ કોર્પોરેટ ફોરેન્સિકમાં સેન્ટર ઓફ એક્સીલન્સ સ્થાપવા સહિત અનેક મહત્વની પહેલ શરૂ કરશે

એનએફએસયુ-ગાંધીનગરના કેમ્પસ ડિરેક્ટર પ્રો. એસઓ જુનારેએ જણાવ્યું હતું કે “આ એમઓયુ કોર્પોરેટ ફોરેન્સિકમાં સેન્ટર ઓફ એક્સીલન્સ સ્થાપવા સહિત અનેક મહત્વની પહેલ શરૂ કરશે. આ સેન્ટરનું ધ્યાન ઈન્ટરનેશલ આર્બિટ્રેશન, સાયબર સિક્યોરિટી, સાયબર ફોરેન્સિક્સ, ફિનટેક અને ફાઈનાન્શિયલ ફોરેન્સિક્સ પર રહેશે.”

“ગિફ્ટ સિટીમાં એકમો માટે વિશિષ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને સ્કીલ ડેવલપમેન્ટ પહેલ તૈયાર કરવામાં આવશે. આ ભાગીદારી સિમ્પોઝિયા, કોન્ફરન્સીસ, વર્કશોપ્સ, શોર્ટ કોર્સીસ અને રિસર્ચ મીટિંગ ગોઠવવા તથા ફેકલ્ટી અને ઓફિસર્સના એક્સચેન્જને પણ પ્રોત્સાહન આપશે. જોઈન્ટ રિસર્ચ, કન્સલ્ટન્સી અને સતત એજ્યુકેશન પ્રોગ્રામ હાથ ધરાશે તથા ટીચિંગ, સ્ટુડન્ટ ડેવલપમેન્ટ અને રિસર્ચ એડવાન્સમેન્ટ્સ અંગે માહિતી પણ શેર કરવામાં આવશે”, એવુ તેમણે જણાવ્યું હતું.

  • Follow us on: