ગીર સોમનાથના ઝાંખીયા નજીક ગેરકાયદે સિંહ દર્શન કરતાં લોકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. બાબરીયા રેન્જ વન વિભાગે પેટ્રોલિંગ દરમિયાન 10 યુવકો ઝડપાયા છે. ગેરકાયદે સિંહ દર્શન કરતા 10 યુવકો સામે 80 હજારનો દંડ ફટકાર્યો છે.
બાબરીયા રેન્જ વનવિભાગ દ્વારા ગેરકાયદેસર સિંહ દર્શન કરતાં લોકો સામે વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઝાંખીયા નજીક ગેરકાયદેસર સિંહદર્શન કરવાના ઇરાદે ઘૂસેલા 8 યુવકોને વન વિભાગે ઝડપી પાડ્યા છે. બાબરીયા R.F.O ની સૂચનાથી સંવેદનશીલ વિસ્તારમાં વનવિભાગનું પેટ્રોલિંગ દરમ્યાન મોટી કાર્યવાહી કરાઇ છે. વનવિભાગ દ્વારા ટોટલ 10 યુવકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી 80,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જંગલ વિસ્તાર નજીક ગેરકાયદેસર સિંહ દર્શન કરવાનાં ઇરાદે આંટા ફેરા મારતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.













