જૂનાગઢમાં જાન નીકળવાના સમયે વરરાજાની અંતિમયાત્રા નીકળી હોવાની ઘટના સામે આવી છે. લગ્નના દિવસે જ યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. યુવાનના મોતથી પરિવારજનોમાં શોક ભર્યો માલો છવાયો હતો. યુવકના મોતની ખબરથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જૂનાગઢના ચોકસી પરિવારમાં આજે આભ તૂટી પડ્યું હોય તેવી કરૂણ ઘટના આવી પડી છે. પરિવારના પુત્ર હર્ષિત ચોકસીના આજે અમદાવાદ ખાતે લગ્ન થવાના હતા. લગ્નના દિવસે જ વહેલી સવારે 5:30 વાગ્યે હૃદય રોગનો તીવ્ર હુમલો આવતા હર્ષિત ચોકસીનું અમદાવાદ ખાતે નિધન થયું છે. લગ્નના દિવસે જ યુવાના પુત્રના મોતના સમાચારથી સમગ્ર સુરતી પરિવાર પર જાણે કે આભ ફાટી પડ્યું હોય તેવી તરુણાંકીતા આવી પડી હતી.













