તાપીના ડોલવણમાં TDO લાંચ લેતા રંગે હાથ ACBના ટ્રેપમાં ફસાયો છે. ACBએ ડોલવણમાં TDO વિરેન્દ્રસિંહ ડોડીયાને 12,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો છે. લાંચિયા અધિકારીએ ફરિયાદી પાસેથી 6 લાખના બિલ પર સહી કરવા  લાંચ માંગી હતી.


તાપીના ડોલવણ તાલુકા વિકાસ અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. પ્રધાનમંત્રી આદી આદર્શ યોજના ૨૦૨૧-૨૨ હેઠળ શૌચાલય, આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો યોજના હેઠળ પાણીના કામોના 6 લાખના બિલ પર સહી કરવા માટે 12000 માંગ્યા હતા. ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવાયું હતું. ACBના છટકામાં લાંચિયો અધિકારીની પોલ ખુલ્લી છે. ટીડીઓ વિરેન્દ્રસિંહ નટવરસિંહ ડોડીયા 12 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે.

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.

  • Follow us on: