પાવાગઢ ખાતે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠમાં રોપ-વે સેવા આગામી 13 દિવસ માટે બંધ રહેશે. ઉષા બ્રેકો કંપની દ્વારા વાર્ષિક મેન્ટેનન્સ માટે 17 ફેબ્રુઆરી 2025થી 1 માર્ચ 2025 સુધી આ સેવા સ્થગિત કરવામાં આવશે.
યાત્રાધામ પાવાગઢ જવા ઇચ્છતા ભક્તો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 13 દિવસ એટલે કે, 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે. જેને કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર પર પગપાળા ચઢીને જવું પડશે. મેઈન્ટેનેન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપ વે નિયમ અનુસાર વાર્ષિક મેઈન્ટેનેન્સની કામગીરી કરવામાં આવે છે. રોપ-વે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો કંપની દ્વારા એન્યુઅલ મેઈન્ટેનેન્સ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે આગામી 13 દિવસ માટે રોપ વે બંધ રહેશે. યાત્રિકોએ પગપાળા માતાજીના દર્શને જવું પડશે.













