છેલ્લા ઘણા સમયથી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર એક્શન મોડમાં છે. પહેલા તેમણે ગેરકાયદે દબાણો પર તવાઈ બોલાવી અને હવે હજારો વીઘાના ગૌચર પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. 1 હજાર વીઘાથી વધુની ગૌચરની જમીન પર બુલડોઝર ફર્યુ છે.
ગીર ગઢડાના ધોકડવા ગામે દબાણો હટાવાયા કામગારી તેજ કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે 1 હજાર વીઘાથી વધુની જગ્યાઓ પર દબાણો દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. ક્યાંક ગૌચરની જમીન પર બુલડોઝર ચાલ્યાં તો ક્યાંક ઉભા પાક પર ટ્રેક્ટરો ફેરવી દેવાયાં તો ક્યાંક આંબાના બગીચાઓના ગેરકાયદે દબાણો દૂર કર્યું છે. ગૌચરની જમીન પર સ્થાનિક લોકો અને ખેડૂતોએ ગેરકાયદે કબજો કરી લીધો હતો જ્યાં તંત્રનું જેસીબી ચાલ્યું છે. પોલીસના સુસ્ત બંધોબસ્ત વચ્ચે 5 JCB દ્રારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ છે.













