• કોડીનાર સહિતના આસપાસના ગામોમાં વરસાદ
  • સિંધાજ, અરણેજ, ફાચારિય ગામમાં વરસાદ
  • ઘાટવાડ, કાંટાળા, સાંઢણીધાર ગામમાં વરસાદ

ગીરસોમનાથના કોડીનારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકયો છે,જેના કારણે ખેડૂતો ખુશ થયા છે.કોડીનાર શહેર અને આસપાસમાં ધોધમાર બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે.શહેરના રસ્તા અને ગલીઓ પાણી પાણી થયા છે તો ખેતરો પાણીથી તરબોળ થયા છે.

ગીરસોમનાથમાં કયા પડયો વરસાદ

ગીરસોમનાથ જિલ્લાના સિંધાજ, અરણેજ, ફાચારિય,ઘાટવાડ, કાંટાળા, સાંઢણીધાર ગામમાં વરસાદ પડયો છે,વરસાદ પડતા મુખ્ય બજારોમાં પાણી ભરાવવાની સમસ્યા ઉભી થઈ છે,તો નગરપાલિકીની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલ ઉભા થયા છે.જેમાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ જુનાગઢના વીસાદરમાં નોંધાયો છે. આજે જુનાગઢમાં 109 મીમી જ્યારે કચ્છમાં 97 મીમી વરસાદ હવામાન વિભાગના ચોપડે નોંધાયો છે. જ્યારે બનાસકાંઠા 64 મીમી, પાટણ 60 મીમી, નવસારી 44 મીમી, ભરૂચ 43 મીમી, વડોદરા 48 મીમી, જામનગર 55 મીમી, દેવભૂમિ દ્વારકા 35 મીમી વરસાદ નોંધાયો છે.


આગામી 5 દિવસ માટે હવામાન વિભાગની આગાહી

તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 26 જૂનથી 30 જૂન સુધી એટલે કે 5 દિવસ માટે વરસાદને લઇને આગાહી કરી છે. જેમાં આજે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં હવળાથી મધ્યમ વરસાદની આગાહી કરાવામાં આવી છે. જ્યારે રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી સાથે આ બંને જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


જાણો ગુજરાતમાં વરસાદને લઈ કેવો છે માહોલ

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામતાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ક્યાંક હવળા તો ક્યાંક મધ્યમ અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેંદ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્રારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં 30 જૂને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 

  • Follow us on: