પતંગ રસિકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આજે સારા પવનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે અને આવતીકાલે પવન સારો રહેશે અને પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાક રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.
આજે અને આવતીકાલે પવન સારો રહેશે
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર, આજે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા વધારે મહેનત નહીં કરવી પડે. કારણ કે પવન અને તેની દિશા બન્ને અનુકૂળ રહેશે. આજે અને આવતીકાલે વાતાવરણમાં પલટાની શક્યતા નહીંવત છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવનાઓ છે. પવનની ગતિ 22 કિમી પ્રતિકલાકની ઝડપે રહે તેવું અનુમાન છે.
દેશના અનેક રાજ્યોમાં કોલ્ડ વેવ ચાલુ છે. ગુજરાતથી લઈને દેશભરમાં ઠંડીનો ફરી કહેર છવાયો છે. ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન મધ્યપ્રદેશ અને બિહાર જેવા ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કાતિલ ઠંડી પડી રહી છે. ગુજરાતથી લઈને સમગ્ર દેશમાં ઠંડીનો ફરી કહેર છવાયો છે. દિલ્હીમાં પણ ઠંડીનો કોપ વધી ગયો. પરંતું આગાહી એવી છે કે, આગામી 2 દિવસ આકરી ઠંડીનો અનુભવ થશે. બે દિવસની રાહત બાદ ફરી ઠંડીએ જોર પકડ્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લામાં તાપમાન 2થી 6 ડિગ્રી ઘટ્યું. ઉત્તરાયણ સુધી કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે.
મકરસક્રાંતિના દિવસે પવનની સ્પીડ ગુજરાતમાં અનુકૂળ રહેશે. આ દિવસે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ચોખ્ખું રહેશે. આ દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં હવામાનમાં પલટો આવે તેવી કોઇ શક્યતા નથી દેખાતી. મકર સંક્રાંતિના દિવસે આકાશ ખુલ્લુ રહેશે. આ દિવસોમાં ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન 25 થી 30 ડિગ્રી સુધી રહેશે. બોર્ડર વિસ્તારમાં એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં તાપમાન 20થી 22 ડિગ્રી રહેશે. હવામાન નિષ્ણાતે કહ્યું કે, આ દિવસે પવનની સ્પીડ વધુ રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની સ્પીડ 20થી 22 કિમી પ્રતિ કલાકે રહેશે. સૌરાષ્ટ્રની અંદર પતંગરસિકો માટે સારા સમાચાર છે. કચ્છ વિસ્તારમાં પવનની ગતિ 14થી 18 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાકે જોવા મળશે. તો છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગરમાં પવનની ઝડપ 12થી 15 કિમી પ્રતિ કલાકે રહેશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વિરમગામ, આણંદ, નડિયાદ અને વડોદરામાં 10થી 12 કિમી પ્રતિ કલાકે રહેશે.
મકરસંક્રાતિએ 'દાન' કરવાનું મહત્ત્વ
મકરસંક્રાંતિ એટલે આજના દિવસે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થયા છે. મકરસંક્રાંતિનાં દિવસે દાન કરવાનું ખૂબ જ મહત્ત્વ રહેલું હોવાથી આ દિવસે લોકો વહેલી સવારથી જ ગૌવંશને ચારો આપવા, મંદિરે દર્શન કરીને જરૂરિયાતમંદોને દાન કરે છે. ઉત્તરાયણનાં દિવસે ઊંધિયું પુરી, ચીક્કી, શેરડી, બોરની જ્યાફત સાથે ઉજવણી કરવામાં આવે છે.













