રાજ્યમાં જીએસટીની આવકમાં મોટો વધારો નોંધાયો છે. ત્રીજા કવાર્ટરમાં ગુજરાતમાં જીએસટીની આવકમાં 19 ટકાનો વધારો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષે ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીએસટી હેઠળ 18,448 કરોડ રૂપિયાની આવક થઈ છે.


ગત વર્ષના સમાનગાળા કરતાં 2,925 કરોડ વધુ રકમ

ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલી આવક કરતા આ વર્ષે 2,925 કરોડ રૂપિયાની વધુ આવક થઈ છે. તમને જણાવી દઈએ કે આ સિવાય રાજ્યને વેટ હેઠળ 8,197 કરોડ રૂપિયા, ઈલેકટ્રીસીટી ડ્યુટી હેઠળ 2,912 કરોડ રૂપિયા તેમજ પ્રોફેશનલ ટેક્ષ હેઠળ 64 કરોડ રૂપિયા મળીને કુલ 29,617 કરોડ રૂપિયાની આવક સરકારને થઈ છે. બીજી તરફ કેન્દ્ર સરકારને 2024માં GST કલેક્શનથી મોટી કમાણી થઈ છે. જો આપણે જાન્યુઆરી 2024થી ડિસેમ્બર 2024 સુધીના આંકડાઓ પર નજર કરીએ તો GST કલેક્શનમાંથી કેન્દ્ર સરકારે કુલ 21.51 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે ડિસેમ્બર 2024માં GST કલેક્શનમાંથી 1.77 લાખ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં આવ્યા છે.

નાણાકીય વર્ષ 2024-25માં સરકારનું કુલ GST કલેક્શન 16.33 લાખ કરોડ રૂપિયા

નવેમ્બરમાં જીએસટી કલેક્શન 8.5 ટકા વધીને રૂ. 1.82 લાખ કરોડ થયું છે. નાણા મંત્રાલયના ડેટા અનુસાર એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળા માટે કલેક્શન રૂ. 16.34 લાખ કરોડ છે. તે જ સમયે ઓક્ટોબરમાં ગ્રોસ GST કલેક્શન 9 ટકા વધીને રૂ. 1.87 લાખ કરોડથી વધુ થઈ ગયું છે. જે સ્થાનિક વેચાણમાં વધારાના કારણે અત્યાર સુધીનું બીજું સૌથી વધુ કલેક્શન છે. નાણાકીય વર્ષ 2024-25માં સરકારનું કુલ GST કલેક્શન 16.33 લાખ કરોડ રૂપિયા છે. આ ડેટા એપ્રિલ 2024થી ડિસેમ્બર 2024 સુધીનો છે, નાણાકીય વર્ષ 2024-25 સમાપ્ત થવામાં હજુ ત્રણ મહિના બાકી છે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2023-24માં સરકારને GST કલેક્શનમાંથી 20.14 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે FY 2022-23માં GSTથી સરકારી તિજોરીમાં 14.96 લાખ કરોડ રૂપિયા આવ્યા હતા.

 

  • Follow us on: