સરકારે 2024 માં GST કલેક્શનથી બમ્પર કમાણી કરી છે. જો આપણે જાન્યુઆરી 2024 થી ડિસેમ્બર 2024 સુધીના આંકડાઓ પર નજર કરીએ તો GST કલેક્શનમાંથી સરકારે કુલ 21.51 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે ડિસેમ્બર 2024માં GST કલેક્શનમાંથી 1.77 લાખ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં આવ્યા છે.
2024 ભારતીય અર્થવ્યવસ્થા માટે વધુ સારું રહ્યું એમ કહી શકાય. સરકારને જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનામાં GST કલેક્શનમાંથી કુલ 21 લાખ 51 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બર મહિનામાં સરકારે GSTથી થોડી ઓછી કમાણી કરી છે. જ્યાં નવેમ્બરમાં GST કલેક્શન 1.82 લાખ કરોડ રૂપિયા હતું. જ્યારે ડિસેમ્બરમાં તે ઘટીને 1.77 લાખ કરોડ રૂપિયા થઈ ગયુ.
અત્યાર સુધીનું બીજું સૌથી વધુ કલેક્શન
નવેમ્બરમાં જીએસટી કલેક્શન 8.5 ટકા વધીને રૂ. 1.82 લાખ કરોડ થયું છે. નાણા મંત્રાલયના ડેટા અનુસાર એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળા માટે કલેક્શન રૂ. 16.34 લાખ કરોડ છે. તે જ સમયે ઓક્ટોબરમાં ગ્રોસ GST કલેક્શન 9 ટકા વધીને રૂ. 1.87 લાખ કરોડથી વધુ થઈ ગયું છે. જે સ્થાનિક વેચાણમાં વધારો અને બહેતર પાલનને કારણે અત્યાર સુધીનું બીજું સૌથી વધુ કલેક્શન છે.
નાણાકીય વર્ષ 2024-25માં સરકારનું કુલ GST કલેક્શન 16.33 લાખ કરોડ રૂપિયા છે. આ ડેટા એપ્રિલ 2024 થી ડિસેમ્બર 2024 સુધીનો છે, નાણાકીય વર્ષ 2024-25 સમાપ્ત થવામાં હજુ ત્રણ મહિના બાકી છે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2023-24માં સરકારને GST કલેક્શનમાંથી 20.14 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે FY 2022-23માં GSTથી સરકારી તિજોરીમાં 14.96 લાખ કરોડ રૂપિયા આવ્યા હતા.
જુલાઈ, ઓકટોબર અને નવેમ્બર માસમાં કલેક્શન 1.80 લાખ કરોડને પાર
જો આપણે જાન્યુઆરી 2024 થી ડિસેમ્બર 2024 સુધીના દરેક મહિનાના GST કલેક્શનના આંકડાઓ પર નજર કરીએ તો તેમાં ઘણી વધઘટ જોવા મળી છે. માત્ર ત્રણ જ પ્રસંગો એવા છે જ્યારે સરકારનું GST કલેક્શન રૂ. 1.80 લાખ કરોડને વટાવી ગયું છે. જુલાઈ 2024, ઓક્ટોબર 2024 અને નવેમ્બર 2024માં GST કલેક્શન 1.80 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે. ત્યારે અલખ વર્ષનું જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનામાં GSTથી સરકારી તિજોરીમાં 21 લાખ 51 હજાર કરોડ રૂપિયા આવ્યા છે.
GST ચોરી અટકાવવા લેવાશે આ કદમ
GST કાઉન્સિલની 55મી બેઠકમાં GST ચોરી અટકાવવા માટે માલસામાન માટે ટ્રેક અને ટ્રેસ મિકેનિઝમ લાગુ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. આ હેઠળ આવી વસ્તુઓ અથવા પેકેટો પર એક વિશિષ્ટ ચિહ્ન મૂકવામાં આવશે, જેથી તે સપ્લાય ચેઇનમાં શોધી શકાય. તેનો ઉદ્દેશ્ય સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) એક્ટ, 2017 માં કલમ 148A દ્વારા જોગવાઈનો સમાવેશ કરવાનો છે. જેથી કરીને સરકારને કરચોરીની સંભાવના ધરાવતા ઉત્પાદનોને ટ્રૅક કરવા અને ટ્રેસ કરવા માટે સક્ષમ બનાવી શકાય.