- જીએસટી અધિકારીઓની ટીમોનું સર્ચિંગ
- ટેક્સ કોમ્પલાઈનને લઈને કરાયું ઓપરેશન
- સ્ટેટ GST વિભાગ એક્શનમાં આવતા વેપારીઓમાં ફફડાટ
અમદાવાદ શહેરમાં 38 પ્રીમિયમ હોટેલો પર સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અહીં આ કાર્યવાહીમાં ટર્નઓવર અને ભરેલા વેરા અંગે ખરાઇ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
અમદાવાદ શહેરની પ્રીમિયમ હોટેલો પર ટેક્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં સ્ટેટ GST વિભાગ એક્શનમાં આવ્યું છે જેના ભાગરૂપે શહેરની 38 પ્રીમિયમ હોટેલમાં પર સ્ટેટ GSTની ટીમ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. હોટેલો દ્વારા દર્શાવેલા GST ટર્ન ઓવર સામે જમાં કરેલી વેરા અગે ચકાસણી હાથ ધરાઇ હતી. જોકે આ કાર્યવાહી દરમિયાન કંઈ વાંધાજનક મળ્યું કે કેમ? તે મામલે હજુ જીએસટી કચેરી દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી. પરંતુ આગામી સમયમાં આ મામલે કચેરી તરફથી સત્તાવાર રીતે વિગતો સામે આવી શકે છે. મહત્વનું છે કે આ પહેલા પણ જીએસટી વિભાગની ટીમો દ્વારા અનેકવાર શહેરમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી ચૂકી છે.













