સુરતમાં વાહનોની ચોરી થયાના બનાવો પ્રકાશમાં આવવાની સાથે વાહનોમાં આગ ચાંપી દેવાના બનાવ પણ હવે સામે આવ્યા છે. શહેરના વેસુ વિસ્તારમાં અજાણ્યા શખ્સે મોડી રાત્રે મોંઘીઘાટ મર્સિડીઝ કાર પર જ્વલનશીલ પદાર્થ નાંખીને આગ ચાંપી દીધી હોવાની ઘટના બનતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. કાર પર જ્વલનશીલ પદાર્થ નાંખીને આગ ચાંપતો વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.
સુરતમા મર્સિડિઝ કાર સળગાવી













