કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આજે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ-ગાંધીનગરની નવી કચેરીનું લોકાર્પણ કર્યું હતું. મંત્રીરાઘવજી પટેલે લોકાર્પણ બાદ બોર્ડના અધિકારી-કર્મચારીઓ સાથે સંવાદ કરીને તેમની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે રાજ્યના પશુઓ-પ્રાણીઓના કલ્યાણ માટે વધુ ઉત્સાહ સાથે કામ કરવા સૌને પ્રોત્સાહિત કરીને અભિનંદન પાઠવ્યા હતા.
અધિકારીઓ અને કર્મચારીઓ રહ્યાં હાજર













